Plantix Partner: join the biggest online faring community in India

હમણાં જ સૌથી મોટા ઓનલાઇન કૃષિ સમુદાયમાં જોડાવો અને તમારા વેપારને ડિજિટલ રીતે વધારો.



ઓનલાઇન દુકાન મફત મેળવો
Transform your agri-business digitally with the Plantix Partner app

પ્લાન્ટિક્સ પાર્ટનર દુકાન વિશે વધુ જાણો

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

પ્લાન્ટિક્સ પાર્ટનર દુકાનના મુખ્ય ફાયદા શું છે?

  • ભારતના ખેડૂતોના સૌથી મોટા સમુદાયમાં જોડાઓ અને ખેડૂતો તરફથી વધુ ઓર્ડર મેળવો.
  • તમારા વ્યવસાયને ઓનલાઇન બનાવો અને ઓનલાઇન દુકાન અને ઉત્તમ સેવા સાથે સ્પર્ધામાં સૌથી આગળ રહો.
  • ઉત્પાદનની વિગતવાર માહિતી મેળવો અને તમારી આસપાસના ખેડૂતોને વધુ સારી સેવા પૂરી પાડો.
  • શ્રેષ્ઠ કિંમત અને નવા ઉત્પાદનો દર્શાવીને ખેડૂત તરફથી મળતા ઓર્ડર વધારો.
  • તમારા દરેક ઓર્ડર પર લોયલ્ટી પોઇન્ટ મેળવો. તમારી હવે પછીની ખરીદી પર ભારે ડિસ્કાઉન્ટ મેળવવા માટે પ્લાન્ટિક્સ પાર્ટનર એપ્લિકેશન પર તમારા પોઇન્ટ્સ રિડીમ કરી શકો છો.

શું પ્લાન્ટિક્સ પાર્ટનર દુકાન મફત છે?

હા, પ્લાન્ટિક્સ પાર્ટનર દુકાન સંપૂર્ણપણે મફત છે! તે એક મફત હોસ્ટિંગ અને કમિશન-ફ્રી વેબસાઇટ છે, અને અમે તેને તે રીતે જ રાખવા માંગીએ છીએ, મફત અને કોઈ તકલીફ વગરની.

પ્લાન્ટિક્સ પાર્ટનર દુકાન શા માટે મફત છે?

કૃષિપેદાશોના છૂટક વેપારીઓ અને ખેડૂતોની વૃદ્ધિમાં મદદ કરવા માટે પ્લાન્ટિક્સ પાર્ટનર દુકાન સમર્પિત છે. અમારું ધ્યેય ડિજિટલ પ્રણાલીમાં યોગ્ય ઉપાય, વિશ્વસનીય ઉત્પાદનો અને સેવાઓ સાથે નાના ખેડૂતો અને સ્વતંત્ર છૂટક વેપારીઓને જોડવાનું છે.

પ્લાન્ટિક્સ પ્રણાલી શું છે?

પ્લાન્ટીક્સ પ્રણાલી એ નાના ખેડૂતો અને કૃષિ વિષયક સ્વતંત્ર છૂટક વેપારીઓનું નેટવર્ક છે જે ભારતીય ખેતીના સુરક્ષિત અને સક્ષમ ભવિષ્ય માટે ચિંતિત છે. અમે કૃષિમાં રહેલા હાલના તફાવતોને દૂર કરવા, એક મજબૂત સમુદાય બનાવવા અને ડિજિટલ માધ્યમથી કૃષિના છૂટક વેપારીને સીધા ખેડૂતો સાથે જોડવા માંગીએ છીએ.

વધુ માં વધુ પાર્ટનર દુકાન નિર્માણ કરવાથી અમારી ડિજિટલ પ્લાન્ટીક્સ પ્રણાલી નિર્માણ કરવામાં મદદ મળશે જ્યાં:

  • નાના ખેડૂતોને છૂટક વેપારી તરફથી યોગ્ય કિંમતમાં સહુ થી સારા અને વિશ્વનીય ઉત્પાદનો મળે છે જેનાથી તેમની પાકની સમસ્યા ઓછી થાય છે અને ઉપજમાં વધારો થાય છે.
  • કૃષિ ક્ષેત્રના સ્વતંત્ર છૂટક વેપારીઓને તેમના ખેડૂતોને શ્રેષ્ઠ નિષ્ણાત સલાહ અને સેવા આપીને તેમનું વેચાણ વધારવા માટે મદદ મળે છે.
  • સક્ષમ ખેતી માટે પ્લાન્ટિક્સ ડિજિટલ પરિવર્તન લાવે છે અને અમારી પ્લાન્ટિક્સ પાર્ટનર એપ દ્વારા માત્ર ડિસ્ટ્રીબ્યુટર અને છૂટક વેપારીઓ વચ્ચેના જથ્થાબંધ વેચાણથી જ નફો લે છે.

ઓનલાઇન દુકાન બનાવવા માટે મારે કોઈ લાયસન્સ અથવા પરવાનગીની જરૂર છે?

ઉત્પાદન માટેના છૂટક વેપારીનું લાયસન્સ અને પ્રમાણપત્ર જરૂરી છે. કૃપા કરીને ધ્યાન રાખો કે તમારી પાસે તમે કાયદેસર રીતે સાચા ઉત્પાદનો રાખો તેની જવાબદારી તમારી છે.

લોયલ્ટી પોઇન્ટ શું છે, અને હું તેને કેવી રીતે વાપરી શકું?

પાર્ટનર દુકાન પર મૂકેલા દરેક ઓર્ડર પર તમને પ્લાન્ટીક્સ લોયલ્ટી પોઈન્ટ મળશે. ઉદાહરણ તરીકે: જો તમને રૂ. 5,00,000, નો ઓર્ડર મળે તો તમને એટલી જ રકમના લોયલ્ટી પોઇન્ટની મળશે. એટલે કે તમને 5,00,000 પ્લાન્ટીક્સ લોયલ્ટી પોઇન્ટ મળશે.

લોયલ્ટી પોઈન્ટ્ની કિંમત શું છે?

તમને તમારા લોયલ્ટી પોઇન્ટની સમકક્ષ બિલ પર 1% ડિસ્કાઉન્ટ મળશે. જો તમારા લોયલ્ટી પોઈન્ટ તમારા બિલની રકમ કરતા વધારે હોય, તો તેને અનુરૂપ લોયલ્ટી પોઈન્ટ જ ગણવામાં આવશે. બાકીના પોઇન્ટ જમા રહેશે જેનો ભવિષ્યમાં ઉપયોગ કરી શકાય છે.

પ્લાન્ટિક્સ પાર્ટનર એપ્લિકેશન વેબસાઇટ પર તમે તમારા બધા લોયલ્ટી પોઇન્ટ રિડીમ કરી શકો છો.

મારા ગ્રાહકો મારી પાસે જ ટકી રહેશે તેની ખાતરી મને કેવીરીતે મળશે?

તમારી પ્લાન્ટીક્સ પાર્ટનર દુકાનના કારણે તમે તમારા ગ્રાહકને ગમે ત્યાંથી કોઈપણ સમયે સેવા પુરી પડી શકો છો જેથી તમને તમારા ગ્રાહકોની સંખ્યા વધારવામાં મદદ મળશે. પ્લાન્ટિક્સમાં, અમે ઇચ્છીએ છીએ કે આપણે સાથે વિકાસ પામીએ. અમે તમામ કૃષિ ક્ષેત્રના છૂટક વેપારીઓને તેમના વિસ્તારની ખેતીની માહિતીના આધારે ખેડૂતો માટે નિષ્ણાતસલાહ આપીશું.

આ ખેડૂતોને તેમની વ્યક્તિગત જરૂરિયાતો માટે અને પર્યાવરણ માટે પણ યોગ્ય એવા ઉત્પાદન પૂરા પાડીને તેમને વધુ પડતા ખર્ચથી બચાવવામાં મદદ કરશે. પર્યાવરણીય અને આર્થિક રીતે ટકી શકે તેવી ખેતી નિર્માણ માટે, અમે ભરોસાપાત્ર અને અરસપરસ જ્ઞાનની વહેંચણી થાય તેવી પ્રણાલી નિર્માણ કરવા માંગીએ છીએ.

મારી માહિતી કેટલી સુરક્ષિત છે?

પ્લાન્ટિક્સ પાર્ટનર દુકાનની વેબસાઈટ SHA-256/આરએસએ એન્ક્રિપ્શન સાથેના એસએસએલ થી પ્રમાણિત છે જે તમને તમારી માહિતી અને સિક્યોર સાઈન ઈન ને સંપૂર્ણ સુરક્ષા પૂરી પાડે છે.

મારી ઓનલાઇન દુકાન તૈયાર કરવા માટે મારે શું કરવું પડે?

"મફત ઓનલાઇન દુકાન" બટન પર ક્લિક કરી અને તમારી વિગતો ભરો, જેથી અમે તમારી ઓનલાઇન દુકાન તૈયાર કરવાનું શરૂ કરી શકીએ.

દુકાનને તૈયાર કરવામાં કેટલો સમય લાગે છે?

તમને 24 કલાકની અંદર તમારી પૂર્ણ રીતે તૈયાર ઓનલાઇન દુકાન માટેની લિંક મળી જશે.

હું મદદ માટે કોનો સંપર્ક કરું?

તમારા બધા પ્રશ્નો માટે 24 કલાકની અંદર કસ્ટમર કેર એજન્ટ (સીસીએ) તમને મદદ કરશે. તમને ફાળવેલ સીસીએ તમારી ઓનલાઇન દુકાન તૈયાર કરવામાં મદદ કરવા માટે તમને ફોન કરશે. તમે તમારી સગવડતા પ્રમાણે ફોનનો સમય નક્કી પણ કરી શકો છો. અમારી ટીમ અંગ્રેજી, હિન્દી, તેલુગુ અને મરાઠી બોલે છે. જો તમને તમારી ભાષામાં જ મદદની જરૂર હોય, તો કૃપા કરીને તમારા સીસીએને જણાવો. તેઓ તમારી પાર્ટનર દુકાને તૈયાર કરવામાં તમારી મદદ કરવા માટે હાજર છે, જેથી તમે જલ્દીથી જ વેચાણ શરૂ કરી શકો.

હું મારી પ્લાન્ટિક્સ પાર્ટનર દુકાનને કેવી રીતે રદ કરી શકું?

ઉપર દર્શાવેલ નંબર પર અમારો સંપર્ક કરો અથવા અમને partner-dukaan@plantix.net પર મેઇલ લખો, અને અમે તરત જ તમારું ખાતું તુરંત રદ કરીશું.

પાર્ટનર દુકાને ઓનલાઈન વેપારને વેગવંતો બનાવે છે.